HomeGujaratહળવદ :બસ સ્ટેશન પાછળ 4 મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ ભાજપ શાસિત પાલિકામાં...

હળવદ :બસ સ્ટેશન પાછળ 4 મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ ભાજપ શાસિત પાલિકામાં તેના જ નગરસેવકની રજૂઆત

હળવદ શહેરમાં એક સપ્તાહથી શહેરના મેઇન રસ્તા પર સ્ટ્રીટ લાઇટોની લાઇટો જ ગૂમ છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકામાં અગાઉ પણ ખુદ નગરપાલિકાના સદસ્યએ કામગીરી નહીં થતી હોવાની લેખિતમાં રજૂઆત કરી હતી. અને ત્યારબાદ ફરી એકવાર ભાજપના કાર્યકરે નગરપાલિકામાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં ચાર માસથી લાઇટ બંધ હોવાનું અને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ લાઇટો ચાલુ નહીં કરી હોવાની રજૂઆત કરી છે.
હળવદ શહેરનો વિકાસ ખાડે ગયો હોય એમ એક બાજુ ખરાબ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા એક સપ્તાહથી બંધ છે. તો સાથે ગતકાલે વોર્ડ નંબર-1ની મહિલાઓએ પીવાના પાણી, ગટર, રસ્તા અને લાઇટો સહિતની રજૂઆત લઇ નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. તો સાથે આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે થોડા દિવસ પહેલા ખુદ નગરપાલિકાના સદસ્યએ જ રજૂઆત કરી હતી કે નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. તો આજે ફરી એકવાર હળવદ તાલુકાના ભાજપ એસસી મોરચાના ઉપપ્રમુખ કુલદીપભાઇ એમ પંડ્યાએ હળવદ બસ સ્ટેશન પાછળના વાછડા દાદાના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટો છેલ્લા ચાર મહિનાથી લાઇટ બંધ હોવાનું અને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી નહીં કરી હોવાનું આજે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW