HomeGujaratમોરબી નટરાજ ફાટક પાસે રૂ.74. 81 કરોડના ખર્ચે બનશે ઓવર બ્રિજ R&Bવિભાગે...

મોરબી નટરાજ ફાટક પાસે રૂ.74. 81 કરોડના ખર્ચે બનશે ઓવર બ્રિજ R&Bવિભાગે એજન્સી ટેન્ડર મગાવ્યા

મોરબી શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો વર્ષોથી સામનો કરી રહ્યું છે. શહેરીજનો વર્ષોથી શહેરના માર્ગો પહોળા કરવા તેમજ રેલવે ફાટક છે ત્યાં ઓવરબ્રીજ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે મોરબીના નટરાજ ફાટક પાસે બનનારા ઓબરબ્રિજને તમામ મંજૂરી મળી જતા રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર પ્રકિયા હાથ ધરી છે આ માટે માર્ગ મકાન વિભાગના સચિવ દ્વારા ટેન્ડર બહાર પાડી વિવિધ એજન્સી પાસે ભાવ માંગવામાં આવી રહ્યા છે. આ માટે રૂ.74,81,62,791 અંદાજવામાં આવી છે .એજન્સીઓને નિશ્ચિત રકમની મર્યાદામાં ટેન્ડર ભરવાના રહે શે અને જે રકમનું ટેન્ડર મજુર થસે તે રકમમાં કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.અને કામગીરીને મંજુરી મળવાના 18 મહિનામાં પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW