ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે ઉતરી પડ્યા છે પરંતુ, હજુ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના સતાવાર કાર્યક્રમ જાહેર થયા નથી અને તા.15 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાના દાવાનું પણ સુરસુરિયુ થઈ ગયું છે.
નામ નક્કી: જોકે કોંગ્રેસે ઉમેદવારોના નામ નકકી કરી લીધા છે પરંતુ, જાહેર કરવામાં ગમ્મે તે કારણોસર વિલંબ થઈ રહ્યો છે.ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ સંભવિત ઉમેદવારોના નામ બહાર આવી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ તેની પહેલી યાદીમાં 3 નવા ચહેરાઓને સ્થાન આપશે. સાથે ઘણખરા જુના જોગીઓને પણ રિપીટ કરશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં નામો નક્કી થઈ ગયા છે.
જાહેરાત બાકી: સિનિયર આગેવાનોની ચૂંટણી લડવાની બાબતે બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ ગયો છે. ફક્ત હવે સત્તાવાર જાહેરાત બાકી છે. જોકે ભાજપમાં ઠેકડો મારે તેવી શંકાના આધારે અમૂક ધારાસભ્યોના પ્રથમ યાદીમાં નામ નહીં હોવાનું જાણવા મળે છે.કોંગ્રેસના જૂના જોગીઓમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ, છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા, વડગામથી જીગ્નેશ મેવાણી, ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ સહિતના નેતાઓ ફરી ચૂંટણી લડશે. તે નિશ્ર્ચિત થઈ ગયું છે.
આ નામની ચર્ચા: બીજી તરફ ગાંધીનગર ઉતરના બદલે સી.જે.ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે. જ્યારે મહુવાથી કનુભાઈ કળસરિયાનું નામ નક્કી થયાનું જાણવા મળે છે. અમદાવાદ-વેજલપુરમાં રાજેન્દ્ર પટેલ અને અમરાઈ વાડીમાં ધર્મેન્દ્ર પટેલની ટિકિટ આપવાનું નકકી છે. કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે તેવું નક્કી કરાયું છે.
તારીખ આપી: તો બીજી તરફ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા જણાવ્યું છે કે, 10 ઓક્ટોબરે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.સ્ક્રીનિંગ કમિટી અને ઈલેકશન કમિટીની બેઠકોમાં નામો નક્કી થઈ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ કોંગ્રેસ મેદાને ઉતારશે તેમજ જે ધારાસભ્ય જીતતા હશે તેમને જ ટિકિટ મળશે તેવા સંકેત પણ રઘુ શર્માએ આપ્યા છે.લલિત વસોયાનું પહેલી યાદીમાં નામ નહીં, ટ્વિટરમાં સૂર બદલ્યાગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે


