મહેસાણાની દૂધસાગર ડેરીનાં રૂા.350 કરોડના કથીત કૌભાંડમાં પકડાયેલા ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના નિવાસસ્થાને આજે વહેલી સવારે ચાર વાગ્યે એન્ટી કરપ્શન બ્યુરોની ટુકડીએ દરોડા પાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ જેલમાં રહેલા વિપુલ ચૌધરીનાં અમદાવાદમાં માણસા રોડ પર આવેલ પંચશીલ બંગલો ખાતેના નિવાસસ્થાને આજે સવારે એસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ખાસ સફળતા મળી નથી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીનાં કથીત કૌભાંડમાં વિપુલ ચૌધરી સાથે તેના પત્ની અને પુત્રને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેના પત્ની અને પુત્ર ભુર્ગભમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવે છે.

