વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષ આક્રમકતા સાથે સક્રિય બની રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વધવાની સાથે સાથે હવે ભાજપના ટોચના નેતાઓ પણ ગુજરાતમાં ઘૂમી રહ્યા છે ત્યારે આગામી 20ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી રહ્યા જેમાં 20મી સપ્ટેમ્બરના રોજ સવારે રાજકોટ શહેરમાં કાર્યકર્તા અને આગેવાનો સાથે મીટીંગ કરશે બાદમાં ત્યાંથી મોરબી જવા રવાના થશે બાદમાં આવી રહ્યા છે. મોરબી શહેરની મુલાકાત લેશે અને મોરબીમાં તેમનો રોડ શો યોજાશે. રોડ શો બાદ તેઓ પક્ષના કાર્યકરો સાથે મીટીંગ કરી આગામી ચુંટણીને તૈયારીની સમીક્ષા કરશે
મોરબીમાં હજુ રોડ શો નો હજુ રૂટ નક્કી થયો નથી શનિવારે સાંજે તેમના રોડ શોનો રૂટ નક્કી થશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા ભાજપના આગેવાનથી લઇ કાર્યકરો દ્વાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.


