HomeGujaratમોરબીમાં પાડાપુલ પરથી મહિલા કુદી પાણીમાં પડતા જીવ બચી ગયો

મોરબીમાં પાડાપુલ પરથી મહિલા કુદી પાણીમાં પડતા જીવ બચી ગયો

મોરબીના સુસાઈડ પોઈન્ટ એવા પાડા પુલ પર સવારે 9:30 વાગ્યાની આસપાસ એક મહિલાએ અચાનક છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે પુલ નીચે પાણી હોવાથી તેનો જીવ બચી ગયો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો તેમજ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાને પાણી માંથી બહાર કાઢી હતી બીજી તરફ મોરબી 108ની ટીમ પણ તુરંત સ્થળ પર પહોચી ગઈ હતી અને મહિલાને ઈમરજન્સી સારવાર આપી હતી બાદમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી

પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ અનસોયાબેન નરેશભાઈ હોવાનું સામે આવ્યું હતું અને મહિલા માળિયા તાલુકાના ખાખરેચી ગામના વતની હોવાનું અને મોરબીમાં છેલ્લા 5 મહિનાથી મોરબીમાં રહેતી હોવાનું પણ સામે આવ્મયું હતું બનાવ સમયે તેના પરિવારજનો પણ હાજર હોવાથી ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે

મચ્છુ નદીમાં પુલ પરથી કોઈ મહિલાએ છલાંગ લગાવી હોવાની જાણ થતા ત્યાંથી નીકળતા વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW