પડતર માગણીઓના મુદ્દે નિગમના કર્મચારીઓએ આંદોલનનું એલાન કરી દીધું છે. તારીખ 16મીથી સોશિયલ મીડિયા થકી આંદોલનનો આરંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા ફરી એકવાર આંદોલનનની જાહેરાત કરીગ્રેડ પે સહિતની વિવિધ પડતર માગણીઓને લઈ એસટી નિગમના કર્મચારીઓએ ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
16મી સપ્ટમ્બરને શુક્રવારથી સોશિયલ મીડિયા થકી આંદોલનનો આરંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 22મી સપ્ટેમ્બરની મધ્ય રાત્રીથી માસ સીએલ પર ઉતરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.એસટી નિગમના વિવિધ સંગઠનો દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેના સુધારા માટે 7-6-2022ના રોજ નિગમના મેનેજમેન્ટ સાથે સમાધાન થયુ પરંતુ હજુ સુધી તેનુ નિરાકરણ આવ્યુ નથી.
રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને ચૂકવવામાં આવતા મોઘવારી ભથ્થા નિગમના કર્મચારીઓને ચુકવવામાં આવ્યા નથી. નિગમના કર્મચારીઓને પગાર ધોરણને આનુસાંગીક મળતાં વિવિધ ભથ્થાઓમાં વર્ષ-1997 બાદ આજદિન સુધી કોઈ જ સુધારો થયેલ નથી. એસટી નીગમના ડ્રાઈવર-કંડક્ટર, મિકેનિક તેમજ ઓ.ટી. મેળવતાં કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ મળવાપાત્ર પગાર ધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો કરી આપવામાં આવે સહિતની વિવિધ માગને લઈ આ કર્મચારીઓ દ્વારા ફરી એકવાર આંદોલનનની જાહેરાત કરી છે.

