76 દિવસથી હડતાલ પર ઉતરેલા હેલ્થવર્કર આજે ગાંધીનગર ઘેરશે72 વર્ષના પૂર્વ સૈનિક કાનજીભાઈ મોથલિયાના મૃત્યુ બાદ પોલીસ અને આંદોલનકારી વચ્ચે કલાકો સુધી સમજાવટને અંતે સોમવારે મોડી રાતે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો.
બીજી તરફ સિવિલ કેમ્પસમાં એકત્ર થયેલા પૂર્વ સૈનિકોએ રાતે જ સચિવાલયના ગેટ નંબર એકની સામે મોરચા બંધી કરીને અમરાણાંત ઉપવાસ શરૂ કર્યા છે. એટલુ જ નહિ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને આક્રોશ ઠલવાતા પોલીસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 36 કલાકના ઘટનાક્રમ પછી પણ સરકાર તરફથી માંગણીઓ મુદ્દે ચર્ચા, આશ્વાસન માટે આગેવાનોને બોલાવવામાં ન આવતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોમાં ભારે રોષ ભભૂક્યો છે.
આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પૂર્વ સૈનિક કાનજીભાઈનો મૃતદેહને પરિવારજનો તરફથી સ્વિકારી લેવાયા બાદ એસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે સચિવાલય સામે ઉપવાસ શરૂ કર્યા હતા. ગેટ નંબર-1ની સામે શિક્ષણ બોર્ડની કચેરી પાસે ફૂટપાથ પર સોમવારની મધરાત પછી શરૂ થયેલા ધરણાંમાં 300થી વધુ પૂર્વ સૈનિકો, તેમના પરિવારજનો અને સમર્થકો એકત્ર થતા મંગળવારની સવારથી જ અહી પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો હતો. દિવસભરના ધરણાં પછી પણ આંદોલનને ઠારવા સરકારમાંથી ચર્ચા માટે એક પણ પ્રતિનિધિ કે અધિકારી આગળ ન આવતા છેવટે પૂર્વ સૈનિકોએ મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજીને જ્યાં સુધી માંગણીઓનો સ્વિકાર નહિ થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા એલાન કરાયું હતું.

