અમદાવાદમાં નિર્માણધીન એસ્પાયર-2 નામની ઈમારતની સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. હાલ ઘટનામાં 7 શ્રમિકોના મોત મળ્યાની પ્રાથમિક માહિતી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં આ ઘટના બની છે. એસ્પાયર-2 નામની બાંધકામની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ઈમારતના બિલ્ડરોએ ત્રણ કલાક સુધી ઘટનાનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે.
તપાસ ચાલુ: બિલ્ડીંગ એડિસ ઇન્ફ્રાબિલ્ડ llp દ્વારા બનાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. તો આશિષ કે શાહ અને અન્ય બે બિલ્ડરોની માલિકી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે. ત્યારે આખરે કેમ તેઓએ 3 કલાક મજૂરોના મોતને છુપાવ્યું તે મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મૃતક: સંજયભાઈ બાબુભાઇ નાયક , ઉમર 20 વર્ષજગદીશભાઈ રમેશભાઈ નાયક, ઉંમર 21 વર્ષઅશ્વિનભાઈ સોમાભાઈ નાયક , ઉમર 20 વર્ષમુકેશ ભરતભાઈ નાયક , ઉમર 25 વર્ષમુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર 25 વર્ષરાજમલ સુરેશભાઇ ખરાડી, ઉમંર 25 વર્ષપંકજભાઇ શંકરભાઇ ખરાડી, ઉમર 21 વર્ષ
પોલીસ દોડી ગઇ: ઘટનાની જાણ થતા જ પોલીસના કાફલો, ફાયર વિભાગના અઘિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ મામલે ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર આઈકે પટેલે કહ્યું કે, આ ઘટનામાં લિફ્ટ નથી તૂટી, પરંતું સેટીંગનું બાંધકામ તૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમે તમામ તપાસ કરી રહ્યા છે કે કોઈ બેદરકારી હતી કે અન્ય કારણ હતું. સાથે જ બિલ્ડીંગના ડેવલપર્સ સામે તપાસ કરી રહ્યા છીએ.

