મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ હરિપાર્ક માં રહેતા વિનોદભાઈ કુંભાભાઈ સોલંકી નામના યુવકના રહેણાંક મકાનમાં તાળા તોડી પ્રવેશ કરી રૂમમા થેલામા રાખેલ સોના દાગીનાના,જેમા રાખેલ સોનાનો સેટ જેમા કાનની બુટી , તેમજ ગળામા પહેરવાનો હાર (સેટ) જે બન્ને થઈને આશરે ૨૩ ગ્રામ કિ રૂ. ૮૨૦૦૪/- તથા ગળામા પહેરવાનો સોનાનો ચેન આશરે ૧૨ ગ્રામ કિ રૂ. ૬૫૯૭૮/- તથા ચેનની સાથે ગળામા પહેરવાનુ સોનાનુ પેંડલ આશરે ૭ ગ્રામ કિ રૂ. ૯૮૭૨ /- તથા સોનાની વીંટી નંગ ત્રણ આશરે વજન ૧૧ ગ્રામ જેની કિ રૂ. ૩૫૨૦૦/- ચાંદીના સાંકળા આશરે કિ રૂ. ૧૫૦૦૦/- ચાંદીની લકી -૧ વજન આશરે ૦.૩૪ ગ્રામ કિ રૂ.૧૪૭૫/- તથા મંગળ સુત્ર વજન આશરે ૦.૬૧ ગ્રામ કિ રૂ.૨૬૭૬/-તથા સોનાનુ પેંડલ -૧ વજન આશરે ૦.૫૬ ગ્રામ કિ રૂ.૨૦૮૬/-તથા ચાંદિનો ઝુડો વજન આશરે ૧.૫૨ ગ્રામ કિ રૂ. ૮૪૫૯/- તથા કાનમા પહેરવાની સોનાની બુટી આશરે ૧૦ ગ્રામ કિ રૂ. ૪૦૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૫૦૦૦/-મળી કુલ કી રૂ. ૩,૬૭,૭૫૦/- નામુદામાલ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

