મોરબી મોરબી નગરપાલિકામાં લાંબા સમયથી કાયમી કર્મચારીઓની ભરતી ન થવાથી આમ પણ કર્મીચારીઓની અછત જોવા મળતી હોય છે.આવા સમયે મોરબી પાલિકાના ઘણા બધા કર્મચારીઓ અવારનવાર બીમારીનું કારણ આપી રજા ઊતરી જતા હોય છે જેના કારણે રોજિંદી કામગીરીને ભારે અસર પડી રહી છે.જેના કારણે લોકોના કામ અટકી જતા હોય છે પરિણામે લોકોની ફરિયાદ વધતા ગુસ્સે ભરાયેલ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ સીવીલ સુપ્રીટેન્ડન્ટ ને પત્ર લખી બીમારીની રજા પર ઉતરેલ 7 કર્મચારી જેમાં મોરબી પાલિકાના મેલેરિયા વિભાગના કૃષ્ણસિંહ જાડેજા સેનિટેશન વિભાગના હિતેશ રવેશિયા,વોટર વર્કસના હર્ષદ કંસારા, ઇલેક્ટ્રીક વિભાગના સૂર્યકાંત પાટીલ,ગાર્ડન વિભાગના નિરંજન ભટ્ટ, કર્મચારી,હાઉસ ટેક્સ વિભાગના અલકેશ રવેશિયા સહિતના કર્મચારીઓના ફિટનેસ અંગે ખરાઈ કરવા જાણ કરી હતી.
Close

