મોરબીના શનાળા રોડ પર આવેલ એક હોટેલમાં કામ કરતા
જીવન દલભાઇ સુથારી, વિકાસ રામસીંગ પરીયાર , કમલ દંગલીભાઇ ૫રીયા૨, કીરણ નીતીનભાઇ પરીયાર અને સુજાન પદમભાઇ મગર નામના 5 જેટલા નેપાળી કર્મચારીઓ તેનું કામ પૂર્ણ કરી રવાપર રોડ વિસ્તારમાં તેમના ભાઈના દીકરાના જન્મ દિવસની ઉજવણી માટે જતા હતા ત્યારે ગંદારાની વાડી પાસે પહોંચતા અચાનક એક ટોળું ધસી આવ્યું હતું અને તેમને ચોર સમજી ઢોર માર મારવા લાગ્યા હતા જે બાદ યુવકોએ તેમના હોટેલ સંચાલકને ફોન કરતા હોટેલ માલિક નરેશ માંધવજીભાઈ કાંજીયા આવી પહોંચ્યા હતા અને આ 5 લોકો ચોર નહિ પણ તેમના જ કર્મચારીઓ હોવાનું કહી માર ન મારવા જણાવવા છતાં આ લોકોએ નરેશભાઈ તેમજ આ 5 લોકોને મારમારી ફરાર થઈ ગયા હતા ઘટના બાદ તેઓએ 108ને જાણ કરતા તમામને ઇજાગ્રસ્ત હાલત સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે હોટેલ સંચાલક નરેશભાઈએ ગંદરાની વાડી વિસ્તારમાં રહેતા નવીનભાઇ નકુમ, પ્રવીણ ભાઇ નકુમ, મહેશભાઈ કંઝારીયા, સુરેશ પરમાર, રઘુભાઇ દાનાભાઇ નકુમ અને પંદરેક અજાણ્યા માણસો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

