રાજ્યમાં 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.તથા આજે નર્મદા, તાપી ડાંગમાં ભારે વરસાદની સંભાવના સાથે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી છે.
બોટાદ, આણંદ, ખેડામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આગામી 5 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરેલી છે. હાલમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડશે તેવી શક્યતા છે.

