HomeGujaratવિશ્વવિખ્યાત યોગગુરુ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી થયા બ્રહ્મલીન..

વિશ્વવિખ્યાત યોગગુરુ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી થયા બ્રહ્મલીન..

પૂજ્ય સંત યોગાચાર્ય કૃપાળુ મહારાજના પરમશિષ્ય એવા રાજર્ષિ મુનિજી આજ રોજ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મલીન થયા છે. તેઓના બ્રહ્મલીન થયાના સંદેશ સાંભળી સમગ્ર ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. તેઓએ સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં પરંતુ વિશ્વભરમાં અષ્ટાંગ યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ગુજરાત ખાતે જાખણ-લીમડી, અસા-રાજપીપળા, કાયાવરોહણ-ડભોઇ, કંજેઠા-મોરબી, મોટાભેળા-ડભોઇ, મલાવ-પંચમહાલ તથા ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર ખાતે આશ્રમો સ્થાપી યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. એટલું જ નહીં, વિદેશોમાંથી પણ યોગશિક્ષણ પ્રાપ્ત કરવા લોકો મુનિશ્રી પાસે આવતાં હતાં. ઉપરાંત, તેઓએ અમદાવાદ ખાતે લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી.

વળી, તેઓને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના અંતિમ દર્શન આજ રોજ સવારે મલાવ કૃપાલુ આશ્રમ ખાતે, બપોરે કાયાવરોહણ આશ્રમ, ડભોઇ ખાતે રાખવામાં આવેલ છે. તેઓશ્રીની અંતિમ વિધિ જાખણ- લીમડી ખાતે રાખવામાં આવેલ છે. પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. મલાવ ખાતે અંતિમ દર્શન સવારે 9:00 કલાકથી 12:00 કલાક દરમ્યાન. 12:00 કલાકે મલાવથી પ્રસ્થાન કરી જાખડ જવા રવાના થશે, સાંજે 6:00 કલાક બાદ જાખડ ખાતે અંતિમ દર્શન કરી શકાશે.અંતિમ વિધિ તારીખ 31/8ના રોજ સવારે 11:00 કલાકે જાખડ ખાતે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW