HomeGujaratરાજકોટ: સિવિલમાં મહિલા અને દિવ્યાંગ માટે અલગથી કેસબારી શરૂ

રાજકોટ: સિવિલમાં મહિલા અને દિવ્યાંગ માટે અલગથી કેસબારી શરૂ

રાજકોટની સિવિલ હોસ્પિટલ ઓપીડી વિભાગમાં આજે સિવિલ સર્જને સરપ્રાઈઝ ચેકીંગ કરી મહિલા, દિવ્યાંગ અને સીનીયર સીટીઝનો માટે અલગ કેસ બારી શરૂ કરવા આદેશ આપ્યો છે.રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદી, ડો. ઓમદેવસિંહ ગોહિલ, રાજુભાઈ ચૌહાણ, હિતેષ ઝાખરીયા, સીક્યુરીટી ઈન્ચાર્જ જાડેજાને સાથે રાખી ઓપીડી વિભાગમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.

ઓપીડી વિભાગમાં સવારે 9 થી એક ભારે ભીડ થતી હોવાથી દર્દીઓને લાઈનમાં ઉભા રાખી નંબર પ્રમાણે દર્દીઓની ચકાસણી કરવા ખાસ તાકીદ કરી છે અંતે ઓપીડી રૂમ નં. 7 અને 8 માં ભારે ધસારો રહેતો હોય તેવી જવાબદારી સીનીયર ડોક્ટરને આપી છે.સિવિલ હોસ્પિટલમાં આવતી મહિલાઓ દિવ્યાંગ અને સીનીયર સીટીઝનો માટે અલગ કેસબારી કાલથી જ શરૂ કરી દેવા આદેશ આપ્યો છે.આ ઉપરાંત દર્દીઓને જે દવા આપવામા આવે છે. તેના પર સ્ટોક લગાવી દેવાકેવી રીતે લેવી તેની દર્દીઓને સમજણ આપવા તાકીદ કરી છે.સિવિલ સર્જને ઓપીડી વિભાગમાં થતી સફાઈનું પણ ચેકીંગ કરી ઓપીડી વિભાગમાં વ્યવસ્થીત સફાઈ કરવા ખાસ સુચના આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW