HomeGujaratમોરબીમાં મામલતદારનો સપાટો, ગરીબોને આપતું સરકારી અનાજ કરીયાણાની દુકાનમાંથી પકડયું...

મોરબીમાં મામલતદારનો સપાટો, ગરીબોને આપતું સરકારી અનાજ કરીયાણાની દુકાનમાંથી પકડયું રૂ.4.50 લાખના ઘઉં, ચોખા જપ્ત

કેન્દ્ર અને રાજય સરકાર દેશના ગરીબને સસ્તામાં ધઉ ચોખા સહિતનો જથ્થો પૂરો પાડવામાં આવે છે જોકે આ જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે મોરબી સીટીના ઈન્ચા. મામલતદાર એન.એચ મહેતાને ખાનગી બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ પર મોમ્સ હોટેલના પાછળના ભાગે આવેલ એક કરીયાણાની દુકાનમાં આ રીતે જથ્થો છુપાવવામાં આવ્યો છે જે બાદ શનિવારે મોડી રાત્રે ઈન્ચા. સિટી મામલતદાર એન એચ મહેતા અને તેંની ટીમ દ્વારા રમેશ રવજી કંઝારિયા નામની વ્યકિની કરીયાણા ની દુકાન પર સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાનઅંદાજીત 5214 કિલો ઘઉં તેમજ અંદાજીત 3780 કિલો ચોખા મળી કુલ 4.50 લાખ અંદાજીત કિમતનો જથ્થો મળી આવ્યો હતો.જેનું બિલ માગતા તેની પાસે કોઈ બિલ ન હોય અને આ જથ્થો ફેરિયા પાસેથી લીધા હોવાનું કબૂલ કર્યું હતું.

વેપારીની કબૂલાત આધાર પર મામલતદાર ટીમ દ્વારા તમામ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો તેમજ દુકાન દાર રમેશ રવજી કંઝારીયા વિરુદ્ધ પુરવઠા વિભાગમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી કરશે તેમ ઈન્ચા. મામલતદાર એન એચ મહેતાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW