ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે એ પૂર્વે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.આગામી તા.28 ઓગસ્ટના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે છે.જ્યાં જુદાજુદા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતે મુહર્ત કરી એક જાહેર સભાને સંબોધન કરશે.
ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ત્યાંથી તેઓ તેમના સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. જે બાદ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના તળાવનું બ્યુટીફીકેશન કામગીરીનું ખાતમુહૂર્ત પણ શાહના હસ્તે થનાર છે. ત્યાં જશે
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતને તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી છે. આ સાથે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

