મોરબી શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે મોરબીના રાજમાર્ગોથી લઈ તમામ નાના મોટા જળાશય ફૂલ થઈ ગયા હતા સાથે સાથે જળાશયમાં પણ પાણીની ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ હતી.મોરબી નજીક આવેલ મચ્છુ 3 ડેમમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 898 ક્યુસેક પાણીનો આવક થઈ રહી છે અને હાલ ડેમની સપાટી 28 ફુટ પહોચી ગયું હોવાથી ડેમના દરવાજા ખોલવાની જરુરીયાત ઉભી થતા મચ્છું 3 ડેમના બુધવારે સવારે 6 વાગ્યે 2 દરવાજા અડધો ફૂટ ખોલ્યા હતા અને 898 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું
ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડિયા, માનસર, વનાળિયા,નારણકા,નવા સાદુડકા,જુના સાદુડકા,રવાપર નદી,ગૂંગણ, જુના અને નવા નાગડાવાસ,અમરનગર, સોખડા, બહાદુરગઢ આ ઉપરાંત માળીયા તાલુકાના દેરાડા, મેઘપર,નવગામ,રાસંગપર,વીરવદરકા,માળિયા હરિપર અને ફતેપર સહિતના ગામને એલર્ટ કર્યા હતા અને મચ્છુ નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.


