તાજેતરમાં તલાટી મંત્રીઓ આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા પડતર પ્રશ્ને સરકાર સામે બાથ ભીડ્યા બાદ ખેડૂતોએ પણ સરકાર સામે મોરચા માંડવાની તૈયારી કરી છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોની લાંબા સમયથી ખેતીવાડીના વીજમીટર તેમજ જમીન રિસર્વેકામગીરીમાં થયેલા ગોટાળા સહિતના વિવિધ પ્રશ્ન સરકાર દ્વારા અભેરાઈએ ચઢાવી દીધા છે ત્યારે ખેડૂતોએ પણ વિધાનસભા ચુંટણી નજીક આવતા સરકાર સામે પોતાની માગ ઉગ્રતાથી મુકવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે 25 ઓગસ્ટને ગુરુવારે ધરણા કરવામાં આવશે આ માટે મોરબી ભારતીય કિસાન સંઘ પ્રમુખ જીલેશ કાલરીયાની આગેવાનીમાં ખેડૂત આગેવાનોએ બેઠક કરી હતી અને ખેડૂતો ને મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડવા અપીલ કરી હતી

