HomeGujaratCentral Gujaratગુજરાત ATS એ આરોપીને સાથે રાખી ડ્રગના કાચા માલના ગોદામ પર સર્ચ...

ગુજરાત ATS એ આરોપીને સાથે રાખી ડ્રગના કાચા માલના ગોદામ પર સર્ચ કર્યું

વડોદરાના સાવલીમાંથી ગત સપ્તાહમાં એમડી ડ્રગ્ઝનો જથ્થો પકડવામાં આવ્યો હતો તેની કિંમત 1125 કરોડની આંકવામાં આવી હતી. આ સિવાય અંકલેશ્વરની ફેકટરીમાંથી મુંબઈ નાર્કોટીક બ્યુરોએ ઓપરેશન હાથ ધરીને અબજો રૂપિયાનું ડ્રગ્ઝ પકડયુ હતું. આ મામલે 12 જેટલા શખ્સોની રીમાંડ મેળવીને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમાં વધુ કેટલીક કડી મળતા એટીએસ એ આજે ફરી વડોદરામાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આરોપી સાથે સર્ચ: વડોદરા-અંકલેશ્વરમાંથી 3000 કરોડથી અધિકની કિંમતનું ડ્રગ્ઝ પકડાયાના ગણતરીના દિવસોમાં આજે ફરી મોટો જથ્થો ઝડપાયો છે. એટીએસ દ્વારા વડોદરાના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી પિયુષને સાથે રાખીને સર્ચ ઓપરેશન કરાયું હતું. મોટી માત્રામાં ડ્રગ્ઝ પકડાયુ છે. જો કે, તપાસનીશ તંત્ર દ્વારા જથ્થો કે તેની કિંમત વિશે હજુ ફોડ પાડવામાં આવ્યો નથી.ગોડાઉનમાં ડ્રગ્ઝ બનાવવાની કાચી સામગ્રી હોવાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. ડ્રગ્ઝ બનાવવાનો સામાન તથા સાધનો પણ મળ્યાના નિર્દેશ છે. જેમાં હવે એફએસએલ ની મદદ લેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW