વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદથી હાલાકી વેઠવી પડી રહી છે. નદી નાળા બંને કાંઠેથી વહી રહ્યા છે. જ્યારે વાવર ગામ પાસે બે કાંઠેથી નાળા વહેતા હોવાથી ગામનો સ્મશાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જીવના જોખમે લોકોએ એક અંતિમયાત્રા કાઢી હતી.
અહીં ચેકડેમમાંથી પાણી વહી રહ્યું છે. ચેકડેમ પરથી પસાર થતા લોકોને પાણીમાં અંતિમયાત્રા કાઢવા મજબૂર થયા છે. કપરાડા પાસેના વાવર ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની અંતિમયાત્રા ચેકડેમ પરથી પસાર થતા પાણીમાંથી જવું પડ્યું હતું. આમ, લોકોએ પોતાના સગા-સંબંધીઓની અર્થી ખભા પર લઈને જીવના જોખમે આ ચેકડેમ પરથી પસાર થવું પડતું હતું. આમ સ્મશાન અને ગામ વચ્ચેથી પસાર થતી આ સ્મશાન ભૂમિના ઉપરવાસમાં વરસાદના કારણે ચેકડેમમાંથી પાણી વહી રહ્યું છે. તેથી, જો ગામમાં કોઈનું મૃત્યુ થાય છે, તો લોકોએ સ્મશાનભૂમિ પર અંતિમ સંસ્કાર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે.

