દક્ષિણ અને ઉત્તર ઝોનના જુદા-જુદા રસ્તાઓ રિગ્રેડ કરીને રિસરફેસ કરવાના સાડા ત્રેવીસ કરોડથી વધુની કિંમતના ટેન્ડરની અગત્યની ફાઇલ જ અમદાવાદ કોર્પોરેશનમાંથી ગાયબ થઇ ગઇ છે. હવે જવાબદારો સામે ક્યાં પગલાં લેવાશે એ જોવાનું છે.
કોનો શું હેતુ? સિટી ઇજનેર વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓ ગાયબ થયેલી ફાઇલને શોધવા ધંધે લાગી ગયા છે. અન્ય વિભાગને પણ આ કામે જોત ક દેવાયા છે. જો તેમને આ ફાઇલ મળે તો તાકિદે સીટી ઇજનેર વિભાગના રોડ પ્રોજેક્ટની ઓફિસમાં આપવી. એટલે કરોડો રૂપિયાના ટેન્ડરની ફાઇલ જો આ રીતે ગુમ થઇ જાય ત્યાં સુધીની ઘોર બેદરકારી પાછળ કોનો શું હેતુ હોય શકે એ ચર્ચા શરૂ થઈ છે.
23.56 કરોડના રોડ પ્રોજેક્ટની ફાઈલ: સુત્રોના જણાવ્યા મુજબ શહેરના દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનના જુદા જુદા મુખ્ય રસ્તાઓને રીગ્રેડ કરીને રીસરફેસ કરવાના કામના રૂ.27.93 કરોડના અંદાજ થા કામગીરીના કોન્ટ્રાક્ટર જે કુમાર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.ના અંદાજીત ભાવથી 9 ટકા ઓછા ભાવના રૂ.23.56 કરોડના ટેન્ડરની મૂળ ફાઇળ તથા મેઝરમેન્ટ બુક મળતી નથી.એટલે મ્યુનિ.ના રોડ પ્રોજેકટ વિભાગના ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નરના આદેશથી ગુમ થયેલી રૂ.23.56 કરોડના રોડ પ્રોજેક્ટની ફાઇલ અને મેઝરમેન્ટ બુક શોધવા અધિકારીઓને કહેવાયું છે. ઉપરાંત જે ખાતાને આ અગત્યની ફાઇલ મળી જાય તો રોડ પ્રોજેકટની ઓફિસમાં જમા કરાવવા પણ કહેવાયું છે.

