મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં ખીલ્યો હોય તેમ જિલ્લાભરમાં આડેધડ જુગાર રમાઇ રહ્યો છે પોલીસ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી જુગારીઓ તો પકડી રહ્યા છે પણ જુગારીઓ પર કન્ટ્રોલ કરી શક્યું નથી.
પોલીસે બુધવારનાં રોજ મોરબી અને વાંકાનેર પાંથકમાં જુગાર રમતા શખ્સો પર ધોસ બોલાવી હતી અને પ્રથમ દરોડામાં મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ કોસમો સીરામીક સામે આવેલ કાણધરી વિસ્તારમાં જુગાર રમતા વિજયભાઇ ધરમશીભાઇ સાતોલા, વિજયભાઇ પ્રેમજીભાઇ વાઘેલા,
રણજીતભાઇ પ્રેમજીભાઇ વાઘેલા, મેહુલભાઇ અમરશીભાઇ બારૈયા,
વિશાલભાઇ મુકેશભાઇ પટેલને ઝડપી લીધા હતા. અને સ્થળ પરથી રૂ.25,500 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બીજાએક બનાવમાં વાંકાનેર સિંધાવદરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા પ્રવિણભાઇ ખીમાભાઇ બાંભવા, રામજીભાઇ ઉર્ફે સંજયભાઇ નવઘણભાઇ ફાંગલીયા, દિનેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ જગજીવનભાઇ ચાવડા,દિપકભાઇ મગનભાઇ મકવાણા, મનોજભાઇ ઉર્ફે ભુપી પ્રેમજીભાઇ સીતાપરા, ભરતભાઇ નવઘણભાઇ ફાંગલીયા, રાયમલભાઇ રણછોડભાઇ ફાંગલીયા , રાયધનભાઇ દેવાભાઇ બાંભવા કિશોરભાઇ ચંદુભાઇ સાકરીયા રામજીભાઇ ઉર્ફે બાબો ટીનાભાઇ દંતેસરીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 72,990 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.ત્રીજા એક બનાવમાં વાંકાનેરના ભરવાડ પરા માં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી બીજલભાઈ મોમભાઈ ફાંગલીયા,લક્ષ્મણભાઈ દેવાભાઈ ગમારા, રતાભાઈ રવાભાઈ ડાંગર વિપુલભાઇ નાજાભાઇ ગોહેલને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.11,700 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

