આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાન ચાલી રહ્યું હતું જેને લઈને લોકોએ પોતાના ઘર, ઓફીસ કે વાહન પર ત્રિરંગા લગાવ્યા હતા જોકે 15 મી ઓગસ્ટ બાદ લોકો રાષ્ટ્રધ્વજ પોતાના ઘર કે વાહન પરથી નીચે ઉતારી બેદરકારી દાખવીને રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરી બેસે છે ત્યારે મોરબીના કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામીએ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય રહે તે માટે તિરંગા એકત્ર અભિયાન શરુ કર્યું છે.
રાષ્ટ્રધ્વજને ઘર, દુકાન કે ઓફિસ સહિતના સ્થળો ઉપર કાયમી ફરકાવવાની પરવાનગી મળી છે પરંતુ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ સૌની નૈતિક ફરજમાં આવે છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન લગાવવામાં આવેલ ત્રિરંગાને કોઈ જાતનું નુકશાન થયેલ હોય અથવા રસ્તામાં પડેલા હોય તેવા રાષ્ટ્રધ્વજને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી દ્વારા નિયમો અનુસાર સાચવણી કે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે જેથી કોઈપણ વ્યક્તિના ધ્યાને આવા રાષ્ટ્રધ્વજ જોવા મળે તો તેના સન્માન હેતુ કોંગ્રેસ કાર્યાલય, જીઆઈડીસી સામે, શનાળા રોડ, મોરબી અથવા સોનાલિકા ટ્રેક્ટર, સમર્પણ હોસ્પિટલ સામે, મહેન્દ્રનગર ખાતે પહોંચાડી દેવા મુકેશભાઈ ગામી દ્વારા અપીલ કરવામાં આવી છે.

