Monday, December 15, 2025
HomeGujaratજાહેરમાં દારૂ પીતા અટકાવતા મામલો ગરમાયો, છરીથી હુમલો

જાહેરમાં દારૂ પીતા અટકાવતા મામલો ગરમાયો, છરીથી હુમલો

રાજકોટમાં બે શખ્સ એકટીવાની સીટ પર ગ્લાસ રાખી દારૂ ઢીંચતા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. સ્કાય મોબાઇલવાળા જયસન કપૂરીયાએ શુટીંગ ઉતારતાં માર મારી છરીથી હુમલો કરાયો હતો. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની ઓળખ મેળવી લીધી છે. જેમાં લાલો ભરવાડ અને વિજય નેપાળીની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. આ તસ્વીરમાં વેપારીએ જાહેરમાં દારૃ ઢીંચી રહેલા શખ્સોનું મોબાઇલથી વિડીયો શુટીંગ ઉતાર્યુ હતું તેના દ્રશ્ય જોઇ શકાય છે.

તારીખ 15મી ઓગષ્ટની રાતે જાગનાથ મંદિર નજીક બે શખ્સો સરાજાહેર એકટીવાની સીટ પર દારૂના ગ્લાસ રાખી દારૂ ઢીંચી દેકારો મચાવતાં હોઇ અહિ દર્શનાર્થે આવેલા મહિલાઓએ દૂકાનદારનું ધ્યાન દોરતાં નજીકમાં મોબાઇલ ફોનની દૂકાન ધરાવતાં પટેલ યુવાને આ બંને શખ્સનું મોબાઇલ ફોનથી વિડીયો શુટીંગ ચાલુ કરતાં આ શખ્સોએ ધમાલ મચાવી હતી. વેપારી યુવાનને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં. પોલીસે બંનેની ઓળખ મેળવી લઇ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભકિતનગર સર્કલ પાસે ગુલાબનગર મેઇન રોડ માસ્તર સોસાયટી રાજેશ્વર ખાતે રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિર પાસે સ્કાય મોબાઇલ નામે દૂકાન ચલાવતાં જયસન નારણભાઇ કપુરીયા (પટેલ) (ઉ.૩૯)ની ફરિયાદ પરથી વિજય નેપાળી અને લાલો ભરવાડ વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો.જયસન ગત રાતે ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે ત્યાં પહોંચી વિગતો જાણી હતી. જયસને જણાવ્યું હતું કે 15 મી ઓગષ્ટની રાતે પોણા 9 વાગ્યે હું મારી દૂકાનેથી બહાર નીકળી ભરે જવા તૈયારી કરતો હતો ત્યારે દૂકાનની સામે જ કિશનભાઇ ચૌહાણની પાનની કેબીન પાસે બે જણા રાડારાડી અને દેકારો કરતાં હોવાથી મેં ત્યાં જઇને જોતાં એકટીવાની ઘોડી ચડાવી ઉભુ રાખી તેની સીટ પર દારૃના ગ્લાસ રાખી દારૃ પીતાં હોવાનું જણાતાંમેં આ બંને દારૃ પીતાં હોય તેનું મારા મોબાઇલ ફોનમાં શુટીંગ ઉતારવાનું ચાલુ કરતાં બંને મને જોઇ જતાં મારી પાસે આવ્યા હતાં અને તું અમારું શુટીંગ શું કામ ઉતારે છે? કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવા માંડ્યા હતાં.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,180SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page