HomeGujaratતહેવાર પર વધુ એક ફટકો, અમૂલ દૂધના ભાવ વધ્યા

તહેવાર પર વધુ એક ફટકો, અમૂલ દૂધના ભાવ વધ્યા

ગુજરાત-દેશની સૌથી મોટી સહકારી ડેરી અમૂલ દ્વારા આજે દૂધમાં ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. તમામ બ્રાન્ડના દૂધમાં પ્રતિ લિટર રૂા. 2નો વધારો કરવામાં આવ્યો છે. ગોલ્ડ દૂધનો પ્રતિ લિટર ભાવ હવે રૂા. 60થી વધીને રૂા. 62 થઇ અર્ધો લીટર પાઉચમાં રૂા. 31 કરવામાં આવ્યા છે. આ સિવાય શકિત બ્રાન્ડના પ્રતિલીટર રૂા.56 તથા તાજાના રૂા. 50 થશે.

ટી સ્પેશ્યલ જેવા દૂધમાં પણ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.ડતર કિંમત સતત વધતી રહી હોવાના કારણોસર રીટેઇલ વેચાણમાં ભાવ વધારો અનિવાર્ય થયો છે. દૂધની સપ્લાય પર્યાપ્ત છે. પરંતુ પશુપાલકોને ઉત્પાદન જ મોંઘુ પડતું હોવાથી તેને પ્રોત્સાહન આપવા છેલ્લા પાંચ-છ માસમાં ખરીદ ભાવ વધારવામાં આવ્યા હતા. હવે નાછુટકે રીટેઇલ ભાવ વધારાયા છે. અમૂલ દ્વારા દૂધમાં ભાવ વધારો થવાને પગલે હવે ખાનગી ડેરીઓ પણ તૂર્તમાં દૂધ મોંઘુ કરે તેવી શકયતા છે અને તેના પગલે મીઠાઇઓ પણ મોંઘી થવાના ભણકારા છે.

જન્માષ્ટમીના તહેવારોની સીઝનમાં દૂધ-મીઠાઇઓનો વપરાશ વધી જતો હોવાનું સ્વાભાવિક છે અને તેવા સમયે જ ભાવવધારાનો ડામ ઝીંકાતા લોકોમાં દેકારો બોલી જવાનું સ્પષ્ટ છે. કેટલાક મહિનાથી પેટ્રોલ, ડિઝલ, ગેસ તથા અનાજ-કઠોળ સહિતની તમામ ખાદ્ય ચીજોમાં ભાવ વધારાનો માર છે. હવે દૂધ પણ મોંઘુ થવાને પગલે લોકોના બજેટ વેરવિખેર થશે.મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક ડામ ઝીંકાયો છે. સૌથી મોટી સરકારી ડેરી ‘અમૂલ’ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા. 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી તે લાગુ થશે. તહેવારો ટાણે જ દૂધ મોંઘુ થવાને પગલે મીઠાઇ સહિતની અન્ય ચીજોમાં પણ ભાવ વધવાના ભણકારા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW