ગુજરાત માં સર્જાયેલા ડિપ્રેશનને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ આગાહી કરી હતી.દિવસ દરમિયાન છુટાછવાયા ઝાપટા વચ્ચે આગાહીના થોડા જ કલાકોમાં મોરબી જિલ્લામાં મેઘરાજાએ ફરીએકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી મોરબી શહેરમાં 8 વાગ્યા બાદ જાણે મેઘરાજાએ ઓળઘોળ થઈ ગયા હોય તેમ વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને આખી રાત ધીમી ધારે વરસાદ પડયો હતો. મોરબી શહેરમાં સાંજે 6થી સવારે 6 દરમિયાન 41 મીમી વરસાદ વરસી ગયો હતો તો ટંકારામાં પણ 37 મીમી વરસાદ નોંધાયો હતો.આ સિવાય માળીયામાં 2 મીમી, વાંકાનેરમાં 02 અને હળવદમાં 05 મીમી વરસાદ નોંધાયો હતો.
મોરબીમાં આખી રાત પડેલ વરસાદને પગલે શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. નીચાણ વાળા વિસ્તારમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં તો અવારનવાર હળવાથી લઈને ભારે ઝાપટા વરસી રહ્યા છે ત્યારે ફરી એકવાર એક સાથે મોરબીમાં પોણા 2 ઇંચ અને ટંકારા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

