હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં સમલી જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડીને રૂપિયા 71 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં સમલી જવાના રસ્તે ફારૂક અલીભાઈ ઘાંચીની વાડીના ઢાળીયા પાસે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રિભોવનભાઇ છગનભાઇ સોનગ્રા (ઉ.વ. 46), હકાભાઇ છલાભાઇ સાટકા (ઉ.વ. 35), જગાભાઇ મયાભાઇ રાવા (ઉ.વ. 36), બેચરભાઇ કરમશીભાઇ ગોલતર (ઉ.વ. 40) અને ફારુકભાઇ અલીભાઇ મુલતાની (ઉ.વ. 52) ને ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા 71,200 નો મુદામાલ જપ્ત કરીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી ધોરસરની કાર્યવાહી હાથ ધરી હતી.

