વાંકાનેર ખાતે મોરબી જીલ્લા કક્ષાના 76 માં સ્વતંત્રતા પર્વની આજે ગરીમાસભર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું ગૌરવ વધારવા બદલ માળીયા તાલુકાની મોટી બરાર પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ બદ્રકિયા, મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોક કાંજીયા તેમજ ટંકારા તાલુકાની વિરવાવ પ્રાથમિક શાળાના શિક્ષક નૈમિશ પાલરીયાનું ગુજરાત રાજ્ય પશુપાલન અને ગાય સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમના હસ્તે વિશિષ્ઠ સન્માન કરાયું હતું.

