ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એવા રક્ષા બંધન નિમિતે દરેક બહેન તેના ભાઈના ઘરે રાખડી બાંધવા જતી હોય છે અને તેમના દીર્ધઆયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.તહેવારના સમયમાં બજારમાં મોટા.પ્રમાણ ભીડ હોય છે જેના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે તો બીજી તરફ તકનો લાભ લઇ રીક્ષાચાલકો પણ ઊંચું ભાડું વસુલ્તા હોય છે.તહેવારના દિવસે બહેન તેના ભાઈના ઘરે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રક્ષા બંધન પર્વ નિમિત્તે તમામ બહેનો માટે મોરબી નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મુસાફરીનું આયોજન કર્યું છે
મોરબી પાલિકા દ્વારા તાજેતરમાં ગુરુકૃપા સિટી બસ સર્વિસને શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવા કોંન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ એજન્સી દ્વારા તાજેતરમાં 2નવી બસ તેમજ 4 પાલીકા હસ્તકની બસનું સંચાલન પોતાના હાથમાં લીધું છે. આ ઉપરાંત આગામી 15 મી ઓગસ્ટથી વધુ નવી સિટી બસ મળે તેવી પણ તૈયારી કરવામાં આવી રહી છે.

