મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ સ્કાય મૉલમાં ચાલતા રિલાયન્સ સ્માર્ટ માર્કેટમાં.ગત 7 ઓગસ્ટના રોજ નરેન્દ્ર દિનેશભાઇ પરમાર નામની કર્મચારીને રાહુલ નામના ગ્રાહકે આવી સ્પ્રેના પૈસા બાબતે પૂછપરછ કરતા નરેન્દ્રભાઈએ થોડી રાહ જોવાનું કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને નરેન્દ્રને ગાળો આપી મારમારવા લાગ્યો હતો ઘટનાની જાણ થતાં બીજા કર્મચારીઓ આવી વચ્ચે પડતા આરોપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટના બાદ બનાવ અંગે યુવાને તેના પિતાને જાણ કરતા દિનેશભાઇ સ્કાય મોલે આવ્યા હતા જ્યાં મોલના મેનેજર દ્વારા ઘટનાના સીસીટીવી દેખાડવામાં આવ્યા હતા આ દરમિયાન દિનેશભાઈને આઘાત લાગતા તેમનું હૃદય બેસી ગયું હતું ઘટના બાદ તુરત દિનેશભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબી તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે મોલના કર્મચારી નરેન્દ્રભાઈએ રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરીયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

