HomeGujaratદક્ષિણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દેશના 46 રસ્તા બંધ

દક્ષિણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દેશના 46 રસ્તા બંધ

દેશમાં અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદનો નવો રાઉન્ડ શરુ થઇ જ ગયો છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઇ છે અને તેને પગલે આવતા દિવસોમાં વધુ અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

આ વિસ્તારમાં વરસાદ: બંગાળની ખાડીમાં ડીપ્રેશન સર્જાયુ છે અને તેને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓડિસા, છતીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા, તેલંગાણા,કર્ણાટક, દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડી આસપાસ 65 કિલોમીટર સુધીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વચ્ચે ઓડિસામાં અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામા આવી છે.આ ઉપરાંત બે દિવસ દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રસ્તા બંધ: ઉતરપ્રદેશના દક્ષિણી ભાગોમાં ટર્ફ લાઇનને કારણે ગુરુવારથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે હજુ પરિસ્થિતિ ખરાબ જ છે.46 માર્ગો હજુ બંધ છે. લાહુલસ્પિતિ, બિલાસપુર, હમીરપુર સહિતના ભાગોમાં તોફાની વરસાદ અને આંધીની ચેતવણી વચ્ચે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW