વડોદરા જિલ્લાની આસપાસની અનેક નદીઓમાં મગરો વસવાટ કરે છે. આ સાથે જ આ નદીઓમાં મગરોના હુમલાના પ્રમાણ વધી જતા હોય છે. નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આ મગર જીવના જોખમ સમાન છે. ત્યારે આજે રુંવાડા ઉભા કરી દેવી ઘટના સામે આવી છે. પાદરા પાસેની ઢાઢર નદીમાં મગર યુવકને ખેંચી ગયો હતો. યુવક પર મગરે હુમલો કર્યા બાદ તેને લોકોની નજર સામે જ નદીમાં લઇ ગયો.
પાણીમાં મગરમાં હુમલાથી ક્ષણવારમાં યુવકનું મોત નિપજ્યુ હતુ. પરંતુ મગર દ્વારા યુવકને ખેંચી જતા હોવાની ઘટના લોકોએ નજર સામે જોઈ હતી. અનેક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. હાલ મગરના શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

