HomeGujaratસીરામીક ઉધોગના વેકેશન વખતે પ્લાન્ટમાં ચોરી-લૂંટ જેવી ઘટના રોકવા એસો.એ પોલીસ સાથે...

સીરામીક ઉધોગના વેકેશન વખતે પ્લાન્ટમાં ચોરી-લૂંટ જેવી ઘટના રોકવા એસો.એ પોલીસ સાથે બેઠક યોજી

આજરોજ મોરબી સીરામીક એસોસીએસન દૃારા મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમા ASP અતુલ બંસલ , LCB PI ગોઢણીયા તેમજ PSI બી વી ઝાલા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ હોદેદારો અને સભ્યોની મીટીંગ યોજાઈ હતી.

જેમા.સીરામીક ઝોન વિસ્તારમાં ટ્રાફીકની.સમસ્યા, વાહન અકસ્માતની ઘટના અને ચોરી લુંટફાટ જેવી ઘટના અટકાવવા અને તેનો ઉકેલ લાવવા માગઁદશઁન આપ્યુ હતું.

આ.ઉપરાંત સૌથી અગત્યની એ.બાબતે ચર્ચા કરવામાં આવી હતી કે આગામી.10 ઓગસ્ટ થી તમામ ફેકટરી બંધ રહેવાની હોય જેથી બંઘ પ્લાન્ટમા ચોરીના કિસ્સાઓ વધવાની શકયતા છે. અને આવી ઘટના બનતી અટકાવવા તકેદારીના ભાગે સિક્યુરીટી સ્ટાફ વધારવાને એલટઁ રાખવો, ર્મેઈન ગેટ ઉપર સીસીટીવી કેમેરા ચાલુ રાખવા તેમજ તેનું રેકોર્ડીંગ પણ સાચવવા દુર્ઘટના.સમયે જાણ કરવા પ્લાન્ટમા સાયરન રાખવુ જરૂરી છે તેમજ ટ્રાફિક ઘટાડવા માટે ઉઘોઁગકારો પોતાની કંપનીમા કાર લઈને જતા હોય તેમા એક કાર મા ત્રણ થી ચાર વ્યકિત જાય તો ટ્રાફીક ઓછો થાય તેવુ સુચન પણ આપવામા આવ્યુ હતું. આ બાબતોએ સીરામીક એસોસીએસન તમામ સભ્યો સાથે મીટીંગ કરીને પ્લાનીંગ કરશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW