અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો. જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ મળતા જ પોલીસ ટુકડી દોડતી થઈ ગઈ હતી. પણ તપાસના અંતે ખ્યાલ આવ્યો કે, આ એક કાવતરું હતું. અપહરણ ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું થયું હતું. અપહરણકર્તાઓએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દોડ્યા: સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી. જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું. હોવાનું જાણવા મળ્યું.
જુદા જુદા નંબરથી મેસેજ: તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા. જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે. અને રૂપિયા 15 લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા. ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી.
શા માટે? આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે

