HomeNationalમંકીનપોકસ સામે હવે કેન્દ્રની ટાસ્ક ફોર્સ મેદાને

મંકીનપોકસ સામે હવે કેન્દ્રની ટાસ્ક ફોર્સ મેદાને

દેશમાં મંકીપોકસની ચિંતા વધતી જાય છે અને હાલ જો કે આ નવા વાયરસના ફકત આઠ કેસ નોંધાયા છે તથા એક દર્દીનું મૃત્યુ થયુ છે તે વચ્ચે કેન્દ્ર સરકારે મંકી પોકસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે તથા આ સંક્રમણને રોકવા માટે કોવિડ સ્ટાઈલથી એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે જેના અધ્યક્ષપદે સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભૂષણ હશે.

દિલ્હીમાં મંકીપોકસ માટે 3 હોસ્પીટલોમાં આઈસોલેશન વોર્ડ પણ બનાવાયા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મંકીપોકસના દર્દીથી સલામત અંતર જાળવવું જરૂરી છે અને કોઈ સંક્રમીત વ્યક્તિ આસપાસ હોય તો માસ્ક પહેરવું તથા તેની સાથે સ્પર્શ ટાળવો તેમજ તબીબી સહિતના સ્ટાફ માટે ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજીયાત કરાયો છે.

ઉપરાંત તેમાં મંકીપોકસના દર્દી સાથે કપડા કે અન્ય ચીજોની આપલે નહી કરવા પણ સલાહ આપવામાં આવી છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સંસદમાં જણાવ્યું હતું કે સરકાર આ સંક્રમણ સામે સતત નજર રાખી રહી છે. ભારતમાં તેના હજુ કોઈ વધુ ચીન્હો જોવા મળ્યા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW