મોરબીના પીપળી રોડ પર આવેલ હરીગુણ બિઝનેસ સેન્ટર લોરીયસ સિરામિક નામની દુકાન નં.૨૮માં ચિરાગ સરડવા નામની વ્યક્તિની દુકાનમાં જુગાર ધામ ચાલતું હોવાની બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે બપોરે 2 વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા દુકાનદાર ચિરાગભાઇ રમેશભાઇ સરડવા, વેપાર રહે.રવાપર રોડ સહજાનંદ એપાર્ટમેન્ટ 301 હનુમાન મંદિર પાસે મોરબી,કેયુરભાઇ ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા ધંધો.વેપાર રહે.પ્રથમ હાઇટસ ૩૦૨ દેવ ફાર્મ સામે એસ.પી.રોડ મોરબી,બંસીભાઇ હરગોવિંદભાઇ અધારા ધંધો.માર્કેટીંગ રહે.નસીતપર બસસ્ટેન્ડ પાસે તા.ટંકારા જી.મોરબી હસમુખભાઇ શાંતીલાલભાઇ દેસાઇ ધંધો.મિસ્ત્રીકામરહે.સહજાનંદ એપાર્ટમેન્ટ ૬૦૧ ઉમિયાનગર-૧ રવાપર જીગ્નેશભાઇ નવલભાઇ મેરજા ધંધો.વેપાર રહે.સરસ્વતી સોસાયટી શેરી નં.૫ સર્કિટહાઉસ મોરબી સહિતનાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ43 900 સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

