HomeGujaratખંડિત મૂર્તિઓની આડમાં દિલ્હીથી મુન્દ્રા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો માળીયા પોલીસે...

ખંડિત મૂર્તિઓની આડમાં દિલ્હીથી મુન્દ્રા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો માળીયા પોલીસે ઝડપી લીધો

બુટલેગરો દારૂની હેરાફેરી અલગ અલગ પ્રકારના કીમિયા અપનાવતા હોય છે ત્યારે ટ્રકમાં પીઓપીની ખંડિત મૂર્તિઓની આડમાં દિલ્હીથી કચ્છના મુન્દ્રા ખાતે લઈ જવાતા વિદેશી દારૂના 18 લાખથી વધુની કિંમતના જથ્થા સાથે માળીયા મિંયાણા પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જયારે ટ્રક આપનાર અને માલ મોકલનાર શખ્સોના નામ ખુલતા પોલીસે બંનેની શોધખોળ આદરી છે.

માળીયા મિંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી માળીયા મિંયાણા બાજુ આવતા અશોક લેલન્ડ ટ્રકમાં પી.ઓ.પી.ની તૂટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે 06 એઝેડ 6377 નંબરનો અશોક લેલન્ડ કંપનીનો ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવીને ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી ખંડિત મૂર્તિઓની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ટ્રકચાલક આરોપી ગોમારામ બગતારામ જાખડની ધરપકડ કરીને અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 4,752 બોટલ (કિં.રૂ. 18,22,500), 10 લાખની કિંમતનો ટ્રક, એક મોબાઈલ અને 3000 રોકડા મળીને કુલ રૂ. 28,30,500 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં દારૂનો આ જથ્થો દિલ્હીથી કચ્છના મુન્દ્રા ખાતે લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું જયારે ટ્રક આપનાર સ્વરૂપ પરિહાર અને માલ મોકલનાર લક્ષ્મીનારાયણનું નામ ખુલતા પોલીસે બંને ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW