HomeGujaratમાળિયા નજીક ભેજાબાજોબોગસ ટોકનનો ઉપયોગ કરી જયદીપ એસો.નો રૂ.3.32 લાખનો...

માળિયા નજીક ભેજાબાજોબોગસ ટોકનનો ઉપયોગ કરી જયદીપ એસો.નો રૂ.3.32 લાખનો કોલસો ભરી ફરાર

માળિયા મિયાણાના નવલખી પોર્ટ નજીક આવેલ જયદીપ એસોશીએટ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની ઇન્ડોનેશિયાથી કોલસો ઈમ્પોર્ટ કરી મોરબી અને અન્ય ઔધોગિક વિસ્તારમાં સપ્લાય કરે છે. આ કંપનીમાંથી ગત 16 જુલાઈના રોજ ઇન્ડિયા કોપ લીમીટેડ નામની પેઢી દ્વારા 36 ટ્રકના ટોકન ઈશ્યુ કરી કોલસો ભરવા મોકલ્યા હતા જોકે તે દિવસે 36 ના બદલે 37 ટ્રક ભરાયાનો રીપોર્ટ આપ્યો છે અને એક જીજે 3 બી 890૩ નંબરના ટ્રકનું એક જ ટોકન હોવા છતાં બે ટ્રક ભર્યા હોવાનો રીપોર્ટ મુકાયો છે.જે ભૂલ છે અંગે જયદીપ એસો.ના સુપરવાઈઝર સંજય ખીટ દ્વારા તપાસ કરવામાં આવતા વે બ્રીજમાં ટ્રકના વજન કરતા કર્મચારી જમવા બેઠા હતા ત્યારે ચિરાગભાઈ ઘનશ્યામ ખીમણીયાએ ટ્રકનં જી જે બાર એ  ઝેડ 8088ના ડ્રાઇવર હરેશભાઇ ભરતભાઇ કોળી, જીતેન્દ્રાભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા,કાનાભાઇ ગોવીંદભાઇ આહીર સાથે મળી ગેરકાયદે કોલસો કાઢી તેને સસ્તામાં વેચવાનું કાવતરું ઘડ્યું હતું અને તેના ભાગરૂપે જ 8903 નંબરના ટ્રકનો ડુપ્લિકેટ ટોકન કાઢી કોલસો કાઢી લીધા હોવાનું સામે આવ્યું હતું
આ કાવતરાનો પર્દાફાશ થતા સુપરવાઈઝર દ્વારા માળિયા પોલીસ મથકમાં તમામ આરોપી વિરુદ્ધફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW