HomeGujaratરાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મ ખૂટી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ફિલ્મ ખૂટી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક વિભાગમાં એકસ-રેની ફિલ્મ ખુટી પડતા દર્દી પરેશાન થયા હતાં. બહારગામથી સારવાર માટે આવેલા સંખ્યાબંધ દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એકસ-રે ફિલ્મનો જથ્થો સમયસર પહોંચાડવામાં વહીવટીતંત્રની બેદરકારી કારણભુત હોવાનું બહાર આવ્યું હતું.

ફિલ્મની અછત: સરકારી હોસ્પિટલમાં દર સોમવારે અને બુધવારે બહારગામના દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર માટે આવે છે. સોમવારે સિવિલ હોસ્પિટલનાં 7 નંબરનાં એકસ-રે વિભાગમાં ફિલ્મ ખુટી પડતા દર્દીઓને ઈમરજન્સી વિભાગમાં એકસ-રે કઢાવવા માટે મોકલવામાં આવ્યા હતાં.

હોબાળો મચી ગયો: અહી એકસ-રે ફિલ્મ નહી હોવાથી દર્દીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મુદ્દે હોસ્પિટલનાં જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા ગાંધીનગરથી એકસ-રે ફિલ્મ પુરતા પ્રમાણમાં આવી નહી હોવાનું જણાવી હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતાં. દર્દીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દવા, ઈંજેકશન અને એકસ-રે ફિલ્મનાં મુદ્દે અવારનવાર ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં ગરીબ દર્દીઓ પ્રત્યે સંવેદનહિન તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી.

પેશન્ટ પરેશાન: પરિણામે દિવસો સુધી ગરીબ દર્દીઓ હેરાન થતા રહે છે. અહી હૃદય રોગના દર્દીઓનો ઈંજેકશનનો અગાઉ સ્ટોક ખાલી થઈ જતાં દર્દી૩ઓએ હાલાકી ભોગવવી પડી હતી. આજે એકસ-રે ફિલ્મના અભાવે પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW