તેલના ભાવ ફરીથી વધી ગયા છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવા ડામ સહન કરવાનો વારો આવ્યો છે.
મોટો ભાવ વધારો: સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલના ડબ્બો 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10 નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.

શું કહે છે વેપારી: સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

