આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની શરૂ થશે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 22 જુલાઈ સુધી ચાલશે. એક અથવા બે વિષયમાં અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાય છે.
પેપરનો સમય: સવારની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, જ્યારે બપોરની પરીક્ષાનો સમય 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે ગણિત અને બપોરે જીવવિજ્ઞાનની પરીક્ષા રહેશે. સવારનો સમય 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીનો તો બપોરે યોજાનારી પરીક્ષા 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન લેવાશે.

વેબસાઇટ પર કાર્યક્રમ: પૂરક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કમ્પ્યુટર વિષયની પ્રાયોગિક પરીક્ષામાં અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા કક્ષાએથી લેવાઈ ચૂકી છે, જેનું પરિણામ 14 જુલાઈ સુધીમાં શાળાએ બોર્ડને મોકલવાનું હતું.

