HomeGujaratમોરબીના સેંટ મેરી સ્કુલના ફાટક રૂ. 63 કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ મંજુર

મોરબીના સેંટ મેરી સ્કુલના ફાટક રૂ. 63 કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ મંજુર

મોરબી નગરપાલિકા અને સ્ટેટ હાઈવે વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનની નજીક સેંટ મેરી ફાટક તરીકે ઓળખાતા નવલખી તરફ જતા રસ્તામાં શહેરના રસ્તા ઉપર સતત ટ્રાફિક રહેતો હત. વારંવાર આ સેંટ મેરી ફાટક રેલ્વે ટ્રાફિકના અવર જવરને કારણે બંધ કરવુ પડતુ હતું.આ સમસ્યા અંગે નગરપાલિકાના હોદ્દેદારોએ અને શહેર સંગઠને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરી હતી. તે મંત્રી એ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં નગરપાલિકા દ્વારા જરૂરી દરખાસ્ત કરાવેલી અને વડોદરાની એજન્સી દ્વારા તેનો ફિઝીબીલીટી રિપોર્ટ સત્વરે બને એવું ફોલોઅપ કરાવેલ. આમ સતત આ કામને પરિણામ લક્ષી બનાવવા કરવામાં આવેલી મહેનત લેખે લાગી છે અને પરિણામે સેંટ મેરી પાસેના નવલખી તરફ જતા રસ્તામાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક LC34B ઉપર રૂપિયા 63 કરોડ અને 85 લાખના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ ટુ લેન્ડને શહેરી વિકાસ ખાતું સંભાળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપેલ છે.તે બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના નાગરિકો,નગરપાલિકા અને સંગઠન વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર , ઉપપ્રમુખ. જયરાજસિંહ જાડેજા, કારોબારીના ચેરમેન. સુરેશભાઈ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને તમામ મહામંત્ર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરની પ્રજાની આ ફાટક બંધ રહેતું હોવાથી થતી મુશ્કેલીઓ નિવારવા તાત્કાલિક રેલવે ઓવરબ્રિજ મંજૂર કરાવલે છે તે બદલ આભાર માની અભિનંદન આપ્યા છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW