રફ હીરાને નવી ઊંચાઈએ લઈ જવા માટે B2B કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો-2022 નું 15 જુલાઈ થી 17 જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો માટે અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ પણ કરવામાં આવ્યું છે.
ડાયમંડ એક્સ્પો: સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ત્રીજીવાર યોજાયેલા B2B કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોમાં નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ (લેબગ્રોન), જ્વેલરી મેન્યુફેક્ચર્સ, જ્વેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલા છે. આ વર્ષે એક્ઝિબિશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન રહેશે. 100 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ ફાયદો: બાયર્સને કોમ્પલીમેન્ટરી સ્ટે આપવા માટે 350 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સીધા સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો-2022 નું આયોજન કરાયુ છે. અગાઉ 2018 અને 2019 એક્સ્પો સુરત ખાતે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 અને 2021 માં કોરોના વાયરસને કારણે આયોજન થઈ શક્યું નથી. B2B કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો – 2018 અને 2019 માં ખુબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

