ગુજરાતના દરેક જીલ્લામાં મેડીકલ કોલેજ શરુ કરવાના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે અને તેના માટે અગાઉ મોરબી સહીત રાજ્યની 5 મે નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. આ કોલેજ આગામી બેથી ત્રણ મહિનામાં કાર્યરત થશે. રાજ્યમા નવી 500 બેઠકનો ઉમેરો થશે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે રૂ.190 કરોડની ફાળવણી કરી છે. નવી કોલેજ ગોધરા, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી અને રાજપીપળામાં બનશે. અને આગામી શૈક્ષણિક સત્રથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આ 5 પૈકી 3 મેડિકલ કોલેજમાં જમીન સહિતની ત્રુટીઓ બહાર આવતા ફરી વખત ઇન્સ્પેકશન કરવામા આવ્યુ હતુ, રાજય સરકાર આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે 5 નવી મેડિકલ કોલેજ શરૂ કરવા કટિબધ્ધ હોવાના કારણે યુધ્ધના ધોરણે ત્રુટિયો દૂર કરવામાં આવી હતી અને એમસીઆઇ ના નિયમ અનુસાર તમામ કામગીરી સંપન્ન કરાઈ હતી. આરોગ્ય મંત્રી નિમિષા સુથારે જણાવ્યું હતુ કે હાલ ગુજરાતમાં નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવા ભૌતિક – શૈક્ષણિક સુવિધાની ચકાસણી માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજ્યમાં વર્તમાન 31 મેડિકલ કોલેજો આવેલી છે. જે વધીને 36 મેડિકલ કોલેજો જેટલી થઈ જશે અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની બેઠકો હાલમાં 5700 જેટલી છે. જે વધીને 6200 જેટલી સીટો થઈ જશે.

