મોરબી જિલ્લામા જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ રવિવારે દિવસભર વરાપ નીકળ્યા બાદ રાતના સમયે વીજળીના ચમકારા વચ્ચે અચાનક મેઘ સવારી આવી પહોચી હતી. અને તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો.
મોરબી જિલ્લામાં રાત્રે મોરબીમાં 121મીમી વરસાદ વરસી ગયો હતો. તો હડવદમાં 42,ટંકારામાં 41,વાંકાનેરમાં 23, જ્યારે માળિયામાં 1 મીમી વરસાદ પડ્યો હતો
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ વરસાદને પગલે એક જ રાતમાં નાના મોટા વોકળા ભરાઈ ગયા હતા અને નદીઓમાં ઠલાવવા લાગ્યા હતા. તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રસ્તા પણ જળમગ્ન થઈ ગયા હતા.જેના કારણે વાહનો બંધ થઈ ગયા હતા તો સવારે નોકરી ધંધા માટે જતા લોકોને પણ હાલાકી પડી હતી.

