HomeGujaratકમરનો દુ:ખાવો છે? જો તમારે ફ્રીમાં માલીશ કરાવો હોય તો હળવદ મોરબી...

કમરનો દુ:ખાવો છે? જો તમારે ફ્રીમાં માલીશ કરાવો હોય તો હળવદ મોરબી રોડ પર નીકળો

હળવદ-મોરબી હાઇવે પર ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ રોડ ફોરલેન બનવાનો હોય અને ટેન્ડર પ્રક્રિયામાં હોય તેવા સમાચારો પણ મળ્યા હતાં. પરંતુ ત્યાં સુધી લોકોને ખાડાનું સમારકામ તો કરાવો. જેથી કરીને વાહનચાલકોને મુશ્કેલી ન સર્જાય. હળવદ મોરબી હાઇવે પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે. અને મોરબી સિરામીક સિટી હોય અને ટ્રકો પસાર થતી હોય તેમજ આ રોડ પર અનેક ગામડાઓ પણ આવેલા છે. જેથી વાહનચાલકોને મુશ્કેલી ના સર્જાય તે માટે ખાડાઓનું સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
મોરબી હાઇવે પર અનેક ગામો આવેલા છે. અને ખરીદી તેમજ અન્ય કામો માટે આજ રોડ મુખ્ય હોય જેથી કરીને વાહનચાલકોને અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી ખાડાવાળા રોડ પરથી જ પસાર થવું પડે છે. જેના કારણે કમરના મણકા ખસી જાય અથવા અકસ્માત સર્જાય તેવી ભાયાવહ સ્થિતિ ઉદ્ધભવી છે. જોકે આ રોડ ફોરલેન બનવાનો હોય તેવા સમાચારો પણ મળ્યા હતા. પરંતુ ત્યાં સુધી વાહનચાલકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે જવાબદાર તંત્ર પાછી પાની ન કરે અને સત્વરે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે. જોકે આ રોડ પર અવાર નવાર ખાડાઓના કારણે અકસ્માત સર્જાતા હોય છે. અને વાહનચાલકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. ત્યારે આવા રોડના ખાડા પુરવા જરૂરી બન્યા છે. પરંતુ માત્ર નેતાઓની ખાતરદારી માટે ખાડાઓ પુરતુ તંત્ર ક્યારેક નાગરિકોની સલામતી માટે ખાડાનું સમારકામ કરે તેવી લોકચર્ચા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW