HomeGujaratCentral Gujaratથરાદ અમદાવાદ એકસપ્રેસ વે મુદ્દે જમીનને લઈ ખેડૂતોનો વિરોધ

થરાદ અમદાવાદ એકસપ્રેસ વે મુદ્દે જમીનને લઈ ખેડૂતોનો વિરોધ

થરાદથી અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવામાં આવવાની છે. જેને લઈને હવે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આ એક્સપ્રેસ-વે મહેસાણા જિલ્લામાંથી પસાર થવાનો છે. આ સૂચિત હાઈવે 213.80 કિમી અને અંદાજે 160 ગામોમાંથી પસાર થવાનો છે. જેમાં ખેડૂતોની હજારો એકરની જમીન સંપાદન કરવાની છે. જેથી હવે ખેડૂતો પણ આ મામલે લાલઘૂમ જોવા મળ્યા હતા.

વિરોધ શરૂ: જમીન સંપાદન મામલે મહેસાણામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી યોજી હતી. મહેસાણા જિલ્લાના થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ શુક્રવારે મહેસાણામાં રેલી યોજાઈ હતી. બાદમાં આ રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.

21 ગામને અસર: જિલ્લાના 21 ગામોની જમીન સંપાદિત કરવામાં આવશે. હવે આ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દાના વિરોધમાં થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે અસરગ્રસ્ત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મહેસાણાની તાલુકા પંચાયતથી આ રેલી યોજાઈ હતી અને બાદમાં કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW