HomeGujaratલોકમેળામાં સ્ટોલ માટે 11મીથી ફોર્મ વિતરણ, ભાડામાં થયો મોટો વધારો

લોકમેળામાં સ્ટોલ માટે 11મીથી ફોર્મ વિતરણ, ભાડામાં થયો મોટો વધારો

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તારીખ 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે જુદા જુદા 338 જેટલા સ્ટોલના ફોર્મનું વિતરણ આગામી તારીખ 11ના સોમવારથી 16 મી ના શનિવાર સુધી સવારનાં 11 થી 4 કલાક (રજાના દિવસો સિવાય) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત-1 (જુની કલેક્ટર કચેરી) તેમજ ઇન્ડીયન બેંક (તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રીમેદાન સામે) રાજકોટ ખાતેથી કરવામાં આવશે. આ જ સ્થળે ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. લોકમેળાનાં સ્ટોલના ભાડામાં આ વખતે પાંચ ટકાનો વધારો કરાયો છે.

આવું આયોજન: જન્માષ્ટમીના આ પરંપરાગત-ભાતીગળ અને વિશ્વ પ્રસિધ્ધ લોકમેળામાં કેટેગરી-બી રમકડા સ્ટોલ 178, કેટેગરી-સી ખાણીપીણીના સ્ટોલ 144, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ 4, કેટેગરી-કેજે નાની ચકરડીના પ્લોટ 28, કેટેગરી-કે2 નાની ચકરડીના પ્લોટ 20, જ્યારે કેટેગરી-એ ખાણીપીણી માટે બે મોટા પ્લોટ, બી-1 કોર્નર રમકડાનાં પ્લોટ 32, કેટેગરી યાંત્રિકના 6 પ્લોટ, કેટેગરી-એફ યાંત્રિકના 4 પ્લોટ, કેટેગરી-જી યાંત્રિકના 25 પ્લોટ અને કેટેગરી એચ યાંત્રિકનાં 9 પ્લોટ રહેશે.

આવું બની શકે: રમકડા અને ખાણીપીણીનાં સ્ટોલનું ભાડું રુા. 30-30 હજાર નિયત કરવામાં આવેલ છે જ્યારે ચકરડીનાં મોટા પ્લોટ 14 બાય 24ના ચાર પ્લોટ માટેનું ભાડુ 18 હજાર અને નાની ચકરડીના કે1 કેટેગરીના 28 જેટલા પ્લોટનું ભાડું રુા. 9000 રાખવામાં આવેલું છે. આ ઉપરાંત કે2 કેટેગરીનાં 20 સ્ટોલનું ભાડુ રુા. 12,500 તેમજ ખાણીપીણી માટેનાં 30 બાય 40નાં સ્ટોલનું ભાડુ 40,000 નક્કી કરાયેલું છે.સ્ટોલના ભાડામાં પાંચ ટકાનાં ઝીંકાયેલા વધારાથી વેપારીઓમાં કચવાટ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW