મોરબી શહેરમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન થયેલા માત્ર ૨થી ૩ ઇંચ વરસાદમાં ઔધોગિક ઝોન એવા લાતી પ્લોટ વિસ્તારની સ્થિતિ નર્કાગાર જેવી થઇ ગઈ છે અહી પાણીનો ભરાવો એટલી હદે વધી ગયો છે કે વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ થઇ ગયો છે અને આ કારણસર વેપારીઓને ન છૂટકે દુકાનો બંધ રાખવી પડી હતી આ અંગે ઇન્ડિયા એક્ઝેટ ન્યુઝમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું અને રીપેરીગ કામગીરી હાથ ધરી હતી

બીજી તરફ આ અંગે ચીફ ઓફિસર દ્વારા તપાસ કરાવામાં આવતા આ વિસ્તારમાં વઢવાણની એજન્સી હર્ષદીપ કન્સ્ટ્રકશનને સ્ટ્રોમ વોટરની કામગીરી સોપવામાં આવી હોવાનું અને તેના દ્વારા લાઈનનાખતી વખતે યોગ્ય માત્રામાં બુરાણ ન કર્યું હોવાનું તેમજ ગટરનું કામ કરતી વખતે પાણીની લાઈન પણ અનેક વખત તોડી નાખી હતી જેના કારણે પાણીનો વેડફાય થયો હતો અને તેનું યોગ્ય રીતે રીપેરીંગ કામ પણ કરાયું નથી જેના કારણે લાતી પ્લોટમાં વાહન ફસાયા હતા આ ઉપરાંત જયારે તેમની પાસે આ અંગે માહિતી માંગવામાં આવી તો તેમના દ્વારા કામગીરી યોગ્ય રીતે કરી હોવાનું અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોવાનું જણાવી પાલિકાને ગેરમાર્ગે દોરી હતી જયારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં રીપેરીંગ કામ માટે કોન્ટ્રાકટર પાસેથી જેસીબી ડમ્પર અને ટ્રેક્ટર સહીતના સાધનો માગવામાં આવ્યા હતા જે સાધનો પણ પાલિકાને પુરા ન પાડતા પાલિકાને પોતાના સાધનો અને ખર્ચ કરી રીપેરીંગ કામ કરવાની ફરજ પડી હતી આ તમામ બાબતોને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ધ્યાન પર લઇ વઢવાણની હર્ષદીપ કન્સ્ટ્રકશન નામની પેઢીને નોટીસ આપી કારણદર્શક નોટીસ ફટકારી હતી અને તેમનો કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરવામાં આવે તે અંગે ખુલાસો પૂછવામાં આવ્યો હતો જો એજન્સી 4 દિવસમાં યોગ્ય ખુલાસો નહી કરે તો તેનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ ચીમકી આપી છે

